Loading...

GDP Growth Forecast: ઈરાન યુદ્ધને લીધે મોંઘવારીનું ભારતમાં તોળાતું જોખમ,રેટિંગ એજન્સી Moody'sએ GPD અંદાજ ઘટાડ્યો

Gas સિલિન્ડર બુક કરાવવાથી લઈ ડિલિવરી અને પેટ્રોલથી લઈ શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર અસર જોવા મળી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 05 Apr 2026 06:25 PM (IST)Updated: Sun 05 Apr 2026 06:26 PM (IST)
risk-of-inflation-looming-in-india-due-to-iran-war-rating-agency-moodys-reduces-gpd-estimate-722247

GDP Growth Forecast:પશ્ચિમ એશિયામાં જે યુદ્ધની સ્થિતિ સર્જાયેલી છે તેની સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે અને તેની અસર ધીમે ધીમે તમારા ખીસ્સા સુધી પહોંચવા લાગી છે.

આ દરમિયાન Gas સિલિન્ડર બુક કરાવવાથી લઈ ડિલિવરી અને પેટ્રોલથી લઈ શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર અસર જોવા મળી રહી છે.આ સાથે Moody'sએ સ્પષ્ટ સંકેત આપ્યા છે. આ સાથે Moody's Ratingsએ ભારતનો આર્થિક વૃદ્ધિ દરને લગતો અંદાજ ઘટાડીને 6 ટકા કર્યો છે,જે અગાઉ 6.8 ટકા હતો. રેટિંગ એજન્સીનું માનવું છે કે વેસ્ટ એશિયામાં સંઘર્ષને લીધે ગ્રોથની ઝડપ ધીમી પડશે અને મોંઘવારીનું જોખમ વધશે.

Moody'sના અહેવાલ પ્રમાણે આ સંઘર્ષને લીધે ખાસ કરીને LPG શિપમેન્ટમાં અવરોધને લીધે ઈંધણ તથા પરિવહન ખર્ચમાં વધારો તેમ જ ખાદ્ય ફુગાવા પર અસર પડશે. કારણ કે ભારત ફર્ટીલાઈઝરની આયાત પર આધાર રાખે છે. આ ક્ષેત્ર ભારતના આશરે 55 ટકા ક્રુડ ઓઈલની આયાત તથા 90 ટકાથી વધારે LPG સપ્લાઈ માટે જવાબદાર છે.

અત્યારે મોંઘવારી અંકૂશમાં છે
Moody’sનું કહેવું છે કે સરકારની સક્રિયતા અને નિર્ણાયક ભૂમિકાને લીધે અત્યારે મોંઘવારી અંકૂશમાં છે. જોકે ભૂરાજકિય જોખમ વધવાથી મોંઘવારી વધી શકે છે. નાણાકીય વર્ષ 2027માં સરેરાશ મોંઘવારી 4.8 ટકા રહેવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2026માં 2.4 ટકા હતી. એજન્સીના મતે જો મોંઘવારીનું દબાણ યથાવત છે અને ગ્રોથ મજબૂત રહે છે તો નાણાકીય વર્ષ 2026-27માં પોલિસી રેટ યથાવત રહેશે અથવા તો ધીમે ધીમે નીતિ વિષયક દરોને વધારવામાં આવી શકે છે.

મૂડીઝે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં લશ્કરી સંઘર્ષ ખાનગી વપરાશ, ઔદ્યોગિક પ્રવૃત્તિ અને રોકાણને ધીમું કરી શકે છે, જેના કારણે નાણાકીય વર્ષ 27 માં GDP વૃદ્ધિ 6 ટકા થશે. ગયા મહિને આર્થિક સહકાર અને વિકાસ સંગઠને પણ ભારતનો GDP વૃદ્ધિ દર 6.1 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો જે વર્ષ 2025-26 માં 7.6 ટકા જેટલો હતો.

GDP વૃદ્ધિ 1 ટકા સુધી ઘટી શકે છે: EY
વધુમાં, EY રિપોર્ટ મુજબ, જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચાલુ રહેશે તો FY27 માં GDP વૃદ્ધિ આશરે 1 ટકા ઘટી શકે છે અને છૂટક ફુગાવો 1.5 ટકા સુધી વધી શકે છે.

ICRA એ FY27 વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા રાખ્યો છે, જે ઊર્જાના ભાવ અને પુરવઠા સંબંધિત જોખમોને ધ્યાનમાં લે છે. સરકારી માળખાગત ખર્ચ અને ઘટાડેલા વેપાર અવરોધો રોકાણને ટેકો આપવાનું ચાલુ રાખશે. વર્ષ 2025 માં ભારતનો GDP વૃદ્ધિ 7.5 ટકા રહેવાનો અંદાજ છે, જે 2024 માં 7.2 ટકા હતો અને G-20 દેશોમાં સૌથી વધુ છે.