Loading...

Reliance Stock Crash: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં આવ્યો મોટો કડાકો; એક ઝાટકે રૂપિયા 65,000 કરોડ ધોવાઈ ગયા

આજે શેરની કિંમતમાં ભારે ઘટાડાને પગલે રોકાણકારોની સંપત્તિ પર સીધી અસર થઈ છે. ભારે મંદી વચ્ચે કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ભારે ઘટાડો થયો છે અને તે રૂપિયા 19,04,996 કરોડ થઈ ગયું

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 19 Jan 2026 04:40 PM (IST)Updated: Mon 19 Jan 2026 04:40 PM (IST)
ril-share-price-falls-4-rs-65000-crore-mcap-gone-target-prices-post-weak-q3-results-676648

Reliance Stock Crash: બજાર મૂડીકરણની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના રોકાણકારોને સપ્તાહના પ્રથમ દિવસે મોટો ઝાટકો લાગ્યો છે. ભારતીય શેરબજારમાં ભારે મંદી વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાંમાં ક્રેશ જોવા મળ્યો છે. કંપનીના શેરોમાં ઈન્ટ્રા-ડેમાં આશરે 4 ટકાનો કડાકો બોલાઈ ગયો છે. RILનો શેર ઈન્ટ્રા-ડે લો રૂપિયા 1,403 અને ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 1,450.60 બોલાઈ છેલ્લે રૂપિયા 44.70 એટલે કે 3.07 ટકા ગગડી રૂપિયા 1,413.20 રહ્યો હતો.

શેરબજારમાં કંપનીના શેરોમાં જે કડાકો આવ્યો તેને લીધે કંપનીના બજાર મૂડીકરણમાં રૂપિયા 65,000 કરોડનું ધોવાણ થયું છે. ગત સપ્તાહમાં શેરબજારમાં કામકાજ પૂરું થયા બાદ શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં હતા. આ સંજોગોમાં આજે કંપનીના શેરોમાં મોટાપાયે વેચવાલીનું દબાણ જોવા મળતું હતું.

આજે શેરની કિંમતમાં ભારે ઘટાડાને પગલે રોકાણકારોની સંપત્તિ પર સીધી અસર થઈ છે. ભારે મંદી વચ્ચે કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ભારે ઘટાડો થયો છે અને તે રૂપિયા 19,04,996 કરોડ થઈ ગયું છે. શુક્રવારે માર્કેટ બંધ રહ્યું ત્યારે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 19,72,493.21 કરોડ હતું આ સંજોગોમાં આજે એક ઝાટકે આશરે રૂપિયા 65 હજાર કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધોવાઈ ગયું છે.

રિલાયન્સનો કારોબાર ઓઈલથી લઈ કેમિકલ્સ, ડિજિટલ અને રિટેલ ડિવીઝનમાં ફેલાયેલ છે. કંપનીના શેરોએ તાજેતરમાં જ છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 1611.80 બોલાયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરોમાં આશરે 15 ટકાનું વળતર મળ્યું છે, જ્યારે છેલ્લા ત્રણ વર્ષની અવધિમાં આશરે 30 ટકા વળતર મળ્યું છે.