Indian Railway Stocks Surge: સોમવારે રેલવે સાથે સંકળાયેલી કંપનીઓના શેરોમાં શાનદાર તેજી જોવા મળી હતી. આજે સંપૂર્ણ સેક્ટરમાં મોટાપાયે ખરીદી જોવા મળતી હતી. તેને પગલે રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC), રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને જુપિટર વેગન્સના શેરોમાં 18 ટકા સુધીની તેજી જોવા મળી હતી.
શા માટે રેલવે શેરોમાં આવી તેજી?
ઈન્ડિયન રેલવેએ 26 ડિસેમ્બર 2025થી તેના ભાડાને લગતાં સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ભાડામાં ફેરફાર, નોન-AC કોચમાં 500 કિમી સુધી યાત્રા કરનાર યાત્રીઓને રૂપિયા 10 વધારે આપવાના રહેશે. જોકે ભાડામાં આ ફેરફાર સબઅર્બન સેવાઓ તથા માસિક સીઝન ટિકિટ પર લાગૂ નહીં હોય.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે જુપિટર વેગન્સના શેર રેલવે સેક્ટર સાથે સંકળાયેલ વિવિધ કંપનીના શેરોમાં તેજી જોવા મળતી હતી
જ્યુપિટર વેગ્સના શેર રૂપિયા 53.05 એટલે કે 20 ટકા વધી રૂપિયા 312.30, BEML રૂપિયા 78.60 એટલે કે 4.57 ટકા વધી રૂપિયા 1800, રેલ વિકાસ નિગમ રૂપિયા 13.10 એટલે કે 4.10 ટકા વધી રૂપિયા 332, ટીટાગઢ રેલ સિસ્ટમ રૂપિયા 36 અથવા 4.59 ટકા વધી રૂપિયા 821, RITES લિમિટેડ રૂપિયા 6 અથવા 2.65 ટકા વધી રૂપિયા 232.55, ઈન્ડિયન રેલવે ફાયનાન્સ રૂપિયા 3 અથવા 2.63 ટકા વધી રૂપિયા 116 અને IRCTC રૂપિયા 7.05 અથવા 1.05 ટકા વધી રૂપિયા 681.05 રહ્યા હતા.
આ પણ તેજીનું કારણ હોઈ શકે છે
રેલવે શેરોમાં આ નોંધપાત્ર તેજી આગામી બજેટને લગતી અપેક્ષાઓને કારણે પણ હોઈ શકે છે. નીતિગત પગલાં, મૂડી ખર્ચ યોજનાઓ અને પ્રોજેક્ટ જાહેરાતોની સંભાવનાને કારણે બજેટને ઘણીવાર ક્ષેત્ર-વિશિષ્ટ શેરો માટે ટ્રિગર તરીકે જોવામાં આવે છે.
