Loading...

SBI FD Maturity Rate: SBIમાં 2.5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ પર મળશે રૂપિયા 86012 વ્યાજ, આ કેલ્ક્યુલેશન સમજો

જો તમે નિશ્ચિત સમયગાળા માટે બેંક FDમાં રોકાણ કરો છો તો મુદત પૂરી થયા પછી પાકતી મુદતની રકમ તમારા ખાતામાં જમા થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 06 Feb 2026 03:42 PM (IST)Updated: Fri 06 Feb 2026 03:48 PM (IST)
state-bank-of-india-sbi-2-5-year-fd-gives-interest-of-rs-86012-understand-this-calculation-686924

SBI FD Rate Maturity: વર્તમાન સમયમાં ઘણા લોકો શેરબજારમં રોકાણ કરે છે, પણ તે ખૂબ જોખમી હોય છે. પૈસા ડૂબવાનું જોખમ પણ હોઈ શકે છે અને સારું વળતર મળવાની શક્યતા પણ જોડાયેલ રહેલી હોય છે. આ સંજોગોમાં ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પર લોકો વધારે વિશ્વાસ કરે છે. કારણ કે તે ફિક્સ્ડ રિટર્નની ગેરન્ટી આપે છે. આ સાથે પૈસા ડૂબવાનું જોખમ પણ રહેતું નથી.

જો તમે નિશ્ચિત સમયગાળા માટે બેંક FD માં રોકાણ કરો છો તો મુદત પૂરી થયા પછી પાકતી મુદતની રકમ તમારા ખાતામાં જમા થાય છે. આજે આપણે સમજશું કે તમે SBI FD પર 2.5 વર્ષમાં રૂપિયા 86,012 વ્યાજ (SBI FD Rate) કેવી રીતે કમાઈ શકો છો.

બેંકો અલગ અલગ સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કરે છે. આ ફેરફારો રેપો રેટ અંગે RBIના નાણાકીય નીતિના નિર્ણયના આધારે કરવામાં આવે છે. આજે 6 ફેબ્રુઆરીના રોજ ભારતીય રિઝર્વ બેંકે(RBI)એ રેપો રેટ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેનો અર્થ એ થયો કે રેપો રેટ 5.25% પર યથાવત છે.

SBI FD પર 2.5 વર્ષમાં રૂપિયા86,012 વ્યાજ કેવી રીતે મેળવી શકાય?
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા તમારા રોકાણ પર નિશ્ચિત વળતર ઇચ્છતા હોય તો FD કરતાં સારો રોકાણ વિકલ્પ ભાગ્યે જ કોઈ હોઈ શકે. SBI વિવિધ મુદત માટે FD પર અલગ અલગ વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર વરિષ્ઠ નાગરિકો માટે અલગ છે અને સામાન્ય લોકો માટે અલગ છે.

જો તમે 2.5 વર્ષમાં SBI FD માંથી રૂપિયા 86,012 કમાવવા માંગતા હોય તો તમારે રૂપિયા 500,000નું રોકાણ કરવાની જરૂર પડશે. હાલમાં 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમયગાળાની SBI FD પર વ્યાજ દર 6.4% છે. તેથી 2.5 વર્ષ પછી તમારા રૂપિયા 5 લાખ રૂપિયા 586,012 થઈ જશે.

SBI FD Rates । SBI એફડી રેટ
મુદતસામાન્ય નાગરિકો માટે વ્યાજ દર(15/12/2025 થી)સિનિયર સિટીઝન માટે (15/12/2025)
7 દિવસથી 45 દિવસ 3.053.55
46 દિવસથી 179 દિવસ4.95.4
180 દિવસથી 210 દિવસ5.656.15
211 દિવસથી 1 વર્ષથી ઓછા સમય5.96.4
1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમય6.256.75
2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમય6.46.9
3 વર્ષથી 5 વર્ષથી ઓછા6.36.8
5 વર્ષ અને 10 વર્ષ સુધી6.057.05*