Credit Card Charges:ક્રેડિટ કાર્ડ (Credit Card) વર્તમાન સમયમાં સરળતાથી પેમેન્ટ કરવા અને રિવર્ડ્સ મેળવવાનું ઉત્તમ માધ્યમ છે.જોકે તેની પાછળ છૂપાયેલા ખર્ચ એટલે કે ચાર્જીસ ધીમે ધીમે તમારું ખિસ્સુ ખાલી કરી શકે છે. ઘણી વખત યુઝર્સને લાગે છે કે ફક્ત એટલો જ ખર્ચ કરી રહેલ છે કે જેટલું તે સ્પાઈપ કરે છે. જ્યારે અસલમાં બેંક વિવિધ પ્રકારના છૂપા ચાર્જીસ મારફતે વધારે વસૂલાત કરે છે.
વ્યાજ દર
સૌથી મોટો ખર્ચ વ્યાજ (Interest) છે જે ત્યારે થાય છે જ્યારે તમે સંપૂર્ણ બિલ ચુકવણી (Bill Payment)ને બદલે ફક્ત ન્યૂનતમ બાકી રકમ ચૂકવો છો. આ સ્થિતિમાં સમગ્ર બાકી રકમ પર વ્યાજ જમા થાય છે અને આ દર વાર્ષિક 30 થી 40 ટકા સુધી પહોંચી શકે છે. તેનાથી નાની રકમ પણ ઝડપથી મોટી જવાબદારીમાં ફેરવાઈ જાય છે.
મોડી ચુકવણી ફી
મોડી ચુકવણી (Late Payment)ફી પણ એક મુખ્ય પરિબળ છે, જેમાં બિલ સમયસર ન ચૂકવવા બદલ વધારાના ચાર્જ અને GST ઉમેરવામાં આવે છે. રોકડ એડવાન્સિસ(cash advance) પર અલગ ફી અને તાત્કાલિક વ્યાજ પણ લાગુ પડે છે, જે તેમને ખૂબ ખર્ચાળ વિકલ્પ બનાવે છે.
ટ્રાન્ઝેક્શન ફી
ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન ફી(International Transaction Fee), ઓવર-લિમિટ ચાર્જ(Over-Limit Charge) અને વાર્ષિક ફી જેવા અન્ય ઘણા ખર્ચનો પણ સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે વિદેશમાં આંતરરાષ્ટ્રીય કાર્ડથી ચુકવણી કરવા પર 1.5% થી 3% નો વધારાનો ચાર્જ લાગી શકે છે, જ્યારે નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરવા પર અલગ દંડ લાગી શકે છે.
