Loading...

Aye Finance IPO: રોકાણ માટે તૈયાર રહો! Aye ફાઇનાન્સ ₹1,010 કરોડનો IPO લાવી રહી છે, 9 ફેબ્રુઆરીથી ખુલશે સબ્સ્ક્રિપ્શન

Aye Finance IPO: આ આર્ટિકલમાં જાણો Aye ફાઇનાન્સ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 04 Feb 2026 10:51 AM (IST)Updated: Wed 04 Feb 2026 11:04 AM (IST)
nbfc-player-aye-finance-ipo-to-open-from-9-feb-price-band-lot-size-issue-details-685517

Aye Finance IPO Date: ગુરુગ્રામ સ્થિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની Aye ફાઇનાન્સ શેરબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીએ પોતાના ₹1,010 કરોડના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી દીધો છે. આ ઇશ્યૂ 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે, જ્યારે 16 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાની શક્યતા છે. મજબૂત વૈશ્વિક રોકાણકારોના સમર્થન અને વધતા નફાના કારણે આ IPO બજારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

IPO હેઠળ ₹710 કરોડનો નવો ઇશ્યૂ બહાર પાડવામાં આવશે, જેના દ્વારા કંપનીને સીધું ભંડોળ મળશે. ઉપરાંત ₹300 કરોડની ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે, જેમાં હાલના રોકાણકારો પોતાનો હિસ્સો વેચશે. ઇશ્યૂમાં 75% હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો માટે, 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 10% રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે, જેના કારણે નાના રોકાણકારોને પણ ભાગ લેવાની તક મળશે.

Aye Finance IPO: પ્રાઇસ બેન્ડ

Aye Finance IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 122-129 છે. એક એપ્લિકેશન સાથે ન્યૂનતમ લોટ સાઈઝ 116 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 14,964 રૂપિયા છે.

Aye Finance IPO: લેટેસ્ટ GMP

investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, Aye ફાઇનાન્સનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 122 થી રૂ. 129 સુધીના 00.00%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.

Aye Finance IPO: મહત્વપૂર્ણ તારીખો

Aye ફાઇનાન્સ IPO સબ્સ્ક્રિપ્શન માટે 09 ફેબ્રુઆરીના રોજ ઓપન થશે. જેને 11 ફેબ્રુઆરી, 2026 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 12 ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 16 ફેબ્રુઆરીના રોજ થશે.

Aye Finance IPO: Aye ફાઇનાન્સ વિશે

કંપનીમાં એલિવેશન કેપિટલ (16.03%), LGT કેપિટલ (13.99%) અને આલ્ફાબેટની કેપિટલજી (13.14%) જેવા મોટા રોકાણકારોનો હિસ્સો છે. ઉપરાંત આલ્ફા વેવ ઇન્ડિયા અને બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ જેવા પ્રતિષ્ઠિત રોકાણકારો પણ મુખ્ય શેરધારકોમાં સામેલ છે.

નાણાકીય કામગીરીની વાત કરીએ તો માર્ચ 2025 સુધીના વર્ષમાં કંપનીનો નફો વધીને ₹175.3 કરોડ થયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 2% વધુ છે. ચોખ્ખી વ્યાજ આવકમાં 37.9%નો વધારો નોંધાયો છે અને તે ₹858 કરોડ સુધી પહોંચી છે, જે કંપનીની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.

નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.