Gold Silver Price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો તો સોનામાં આવ્યો કડાકો, આજના ભાવ જાણો

બીજી તરફ સોનાના ભાવમાં ઘટાડો થયો છે 99.9% શુદ્ધતા વાળા સોનાનો ભાવ (gold price crash) રૂપિયા 400 ઘટીને રૂપિયા 1,65,200 પ્રતિ 10 ગ્રામ થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 12 Mar 2026 09:14 PM (IST)Updated: Thu, 12 Mar 2026 09:14 PM (IST)
silver-price-jumps-1500-gold-falls-in-delhi-market-today

Gold Silver Price: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે જ્વેલરી માર્કેટમાં ગુરુવારે ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો(Silver Price Jump) આવ્યો છે. જ્યારે સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બજારમાં ચાંદી(silver price today) રૂપિયા1,500 વધી રૂપિયા 2,76,500 પ્રતિ કીલો પહોંચી ગયા છે.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ચાંદીના ભાવમાં 0.54% વધારો થયો છે. બુધવારે ચાંદીના ભાવ રૂપિયા 4,275 ઘટીને રૂપિયા 275,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. જોકે બીજા દિવસે બજારમાં ખરીદી વધવાને કારણે ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો.

બીજી તરફ સોનાના ભાવ(Gold Price Today)માં ઘટાડો થયો, 99.9% શુદ્ધતા વાળા સોનાનો ભાવ રૂપિયા 400 ઘટીને રૂપિયા 1,65,200 પ્રતિ 10 ગ્રામ થયો.

સોનું અને ચાંદી અલગ અલગ દિશામાં કેમ ગયા?

વિશ્લેષકો કહે છે કે રોકાણકારો હાલમાં ભૂ-રાજકીય ઘટનાઓ અને યુએસ આર્થિક સંકેતો પર નજર રાખી રહ્યા છે. આ જ કારણ છે કે બે કિંમતી ધાતુઓના ભાવ અલગ અલગ દિશામાં ગયા છે.

આંતરરાષ્ટ્રીય બજારની શું અસર પડી?

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો. હાજર ચાંદી 1.25 ડોલર વધીને 86.99 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. આ દરમિયાન સોનાનો ભાવ થોડો વધીને 5,178.45 ડોલર પ્રતિ ઔંસ થયો છે.