Mutual Funds Rules Change: લાર્જ કેપ-મલ્ટી કેપને લગતા નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત; રોકાણકારો ફંડ ફાળવણી કરતાં પહેલા આ ગણિતને સમજી લો

ફંડ મેનેજરે લાર્જ કેપ, મિડકેપ અને સ્મોલ કેપમાં ઓછામાં ઓછા 25-25 ટકા રોકાણ કરવું જરૂરી છે. લાર્જ કેપ ફંડને લગતા નિયમોને વધારે કડક કરવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Feb 2026 04:49 PM (IST)Updated: Thu, 26 Feb 2026 04:49 PM (IST)
sebi-new-rules-2026-major-changes-in-rules-related-to-large-cap-multi-cap

Mutual Funds Rules Change 2026: સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડને લગતા નિયમોમાં મોટાપાયે ફેરફાર કર્યાં છે. SEBIએ 26મી ફેબ્રુઆરીના રોજ ઈશ્યુ કરવામાં આવેલા એક પરિપત્રમાં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમોની કેટેગરીને પૂરા કેટેગરાઈઝેશન કરી જૂના સ્ટ્રક્ટરને સંપૂર્ણપણે બદલી નાંખ્યા છે.

બજાર નિયમનકારી સંસ્થાની માહિતી પ્રમાણે આ નિર્ણયની અસર રોકાણકારોની રોકાણ સંબંધિત વ્યૂહરચના પર અસર પડે છે. SEBIએ સોલ્યુશન ઓરિએન્ટેડ કેટેગરીને સંપૂર્ણપણે ખતમ કરી દીધી છે. તેમાં બાળકોના શિક્ષણ તથા નિવૃત્તિને લગતા લક્ષ્યાંકો માટે તૈયાર કરવામાં આવેલી સ્કીમનો સમાવેશ થાય છે. આ સાથે જ ઈક્વિટી તથા હાઈબ્રિડ કેટેગરીની સ્કીમો માટે જે રોકાણ મર્યાદા હતી તેને નવેસરથી નક્કી કરવામાં આવી છે.

ઈક્વિટી સ્કીમો માટે રોકાણના નવા નિયમ
SEBIના નવા નિયમો અંતર્ગત હવે ઈક્વિટી સ્કીમોને તેમના નામ પ્રમાણે રોકાણ કરવાના રહેશે. સૌથી પહેલા તો મલ્ટી કેપ ફંડ્સમાં જોવા મળે છે. હવે આ ફંડ્સ માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ઓછામાં ઓછા 75 ટકા હિસ્સો ઈક્વિટીમાં રોકાણ કરવો ફરજીયાત છે. આ સાથે જ ફંડ મેનેજરે લાર્જ કેપ, મિડકેપ અને સ્મોલ કેપમાં ઓછામાં ઓછા 25-25 ટકા રોકાણ કરવું જરૂરી છે. લાર્જ કેપ ફંડને લગતા નિયમોને વધારે કડક કરવામાં આવ્યા છે. હવે આ સ્કીમોને તેમની કુલ સંપત્તિના ઓછામાં ઓછા 80 ટકા ભાગ લાર્જ કેપ કંપનીઓના શેરોમાં રાખવાનો રહેશે. અલબત લાર્જ તથા મિક કેપની કેટેગરી હેઠળની સ્કીમો માટે ઓછામાં ઓછા 35-35 ટકા એલોકેશન કરવું ખૂબ જરૂરી બને છે.

સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ્સનો અંત આવ્યો
SEBIએ તેના પરિપત્રમાં કહ્યું છે કે સોલ્યુશન ઓરિએન્ટેડ કેટેગરીને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવી છે. 31 જાન્યુઆરી 2026 સુધી બજારમાં બાળકોના ભવિષ્ય માટે 15 તથા નિવૃત્તિ સંબંધિ પ્લાનિંગને લગતી 29 સ્કીમ હતી. હવે આ સ્કીમો નવા રોકાણ સ્વીકારી શકશે નહીં.