Canara Robeco Mutual Fund: ભારતની બીજી સૌથી જૂની ઍસેટ મેનેજર કંપની કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડે બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં રોકાણ કરવા એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ કેનેરા રોબેકો બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફંડ પ્રસ્તુત કર્યું છે. આ સ્કીમનો ઉદ્દેશ ભારતમાં બચતનું ધિરાણીકરણ કરવામાંથી અને ધિરાણની વૃદ્ધિમાંથી સંપત્તિનું સર્જન કરવાનો છે.
કેનેરા રોબેકો બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફંડનો ઉદ્દેશ ધિરાણ કે લૉન લેવાના અભિગમાં હાલ ચાલુ પરિવર્તનનો લાભ લેવાનો છે. આપણે જાણીએ છીએ કે, નાગરિકોમાં લૉન લેવાની લાંબા ગાળાની પ્રક્રિયા નથી, પરંતુ હવે જીવનશૈલીને સંચાલિત કરતું મહત્વપૂર્ણ પરિબળ બની ગયું છે. નાની વયે ધિરાણની સ્વીકાર્યતા અને આ ધિરાણ કે લૉનને ભરવાનું લાંબું સમયચક્ર તેમજ ધિરાણની સુલભતાની સરળતામાં વધારાથી પણ આ ક્ષેત્ર માટે સંભવિતતાઓ વધી છે.
આ સ્કીમ માટે ન્યૂ ફંડ ઑફર (એનએફઓ) 27 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે અને 13 માર્ચ, 2026ના રોજ બંધ થશે. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રજનીશ નારુલાએ કહ્યું હતું કે, “બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેવાઓ ભારતીય અર્થતંત્રના વિકાસનું એન્જિન છે. આ નવી ફંડ ઓફર સાથે અમે બંને ક્ષેત્રોમાં વૃદ્ધિમાં સહભાગી થવા રોકાણકારોને સીધી તક આપી રહ્યાં છીએ. આ ફંડની પ્રસ્તુતિ અમારું ધ્યાન રોકાણના વિવિધ સમાધાનોનું સર્જન કરવા પર કેન્દ્રિત હોવાનું દર્શાવે છે, જે રોકાણકારોને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં અને ભવિષ્યમાં સારું વળતર મેળવવામાં મદદરૂપ થશે.”
આ સ્કીમ કુલ ઍસેટનો કમ-સે-કમ 80 ટકા હિસ્સાનું રોકાણ બેંકિંગ અને ધિરાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત માધ્યમો કરશે અને બાકીના હિસ્સાનું રોકાણ ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત અન્ય માધ્યમો, ડેટ, નાણાં બજારોનાં માધ્યમો અને InvITsમાં કરશે.
કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના ઇક્વિટીઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી શ્રીદત્તા ભંડવાલ્દારે કહ્યું હતું કે, “કેનેરા રોબેકો બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ ફંડનો ઉદ્દેશ વૃદ્ધિ અને મૂલ્ય/નફાના પૂલના માઇગ્રેશન પર ભાર મૂકતા પોર્ટફોલિયોનું સર્જન કરવાનો છે. તેનો આશય સંપૂર્ણ ધિરાણ ક્ષેત્રમાં સ્થિર ચક્રવૃદ્ધિ વ્યવસાય અને વૃદ્ધિકારક પરિબળો/મૂલ્ય માઇગ્રેશન વચ્ચે મહત્તમ સંતુલન સ્થાપિત કરવાનો છે. અમારું માનવું છે કે, આ ફંડ રોકાણકારોને બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રમાં વૃદ્ધિની સંભવિતતાનો લાભ લેવાની તક પ્રદાન કરી શકે છે.”
આ સ્કીમ ભારતમાં ઔપચારિક ધિરાણ ઊભું કરવાની વ્યવસ્થામાં સહભાગી થવા અને બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેવા ક્ષેત્રમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ધિરાણની વૃદ્ધિમાં સામેલ થવા આતુર રોકાણકારો માટે અનુકૂળ છે. રોકાણકારોએ કોઈ પણ ક્ષેત્રમાં કેન્દ્રિત જોખમ અને ઇક્વિટી બજારમાં વધઘટની સમજણ પણ કેળવવી જોઈએ.
કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ગૌરવ ગોયલે કહ્યું હતું કે, “બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર ભારતીય અર્થતંત્રની વૃદ્ધિમાં મોટું પ્રદાન ધરાવે છે. કેનેરા રોબેકો બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ ફંડે અમારી થીમેટિક/સેક્ટરલ ફંડ ઓફરમાં વધારો કર્યો છે. એ ઉપરાંત અમે રોકાણકારોને પ્રદાન કરીએ છીએ એ વિકલ્પોમાં પણ ઉમેરો કર્યો છે. આ ફંડમાં રોકાણ કરવાથી રોકાણકારો ભારતની વૃદ્ધિની ગાથામાં સહભાગી થઈ શકે છે તેમજ લાંબા ગાળે તેમના માટે સંપત્તિનું સર્જન કરવા પ્રોત્સાહન મળી શકે છે.”
કેનેરા રોબેકો બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફંડનું બેન્ચમાર્કિંગ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ (ટોટલ રિટર્ન ઇન્ડેક્સ) સામે થશે. ન્યૂ ફંડ ઓફરના ગાળા દરમિયાન લઘુતમ રોકાણ રૂ. 5,000 અને પછી રૂ. 1ના ગુણાંકમાં કરવાનું રહેશે.
આ ફંડનું મેનેજમેન્ટ કંપનીના ઇક્વિટીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી શ્રીદત્તા ભંડવાલ્દાર અને કંપનીના ઇક્વિટીના ફંડ મેનેજર અમિત કદમ કરશે.
(નોધ- આ માહિતી તમને દરેક પ્રકારના સમાચારથી અપડેટ રાખવામાં આવી છે, કોઈપણ રાકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
