Loading...

New Rules Today: આજથી FASTag, સિગારેટ, તમાકુને લગતા નિયમો મોટા ફેરફાર, LPG Cylinderના ભાવ અપડેટ થયા

1 ફેબ્રુઆરીથી FASTag માટે KYC ચકાસણી આવશ્યકતા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવેલ છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)એ પહેલાથી જ આ જાહેરાત કરી દીધી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 01 Feb 2026 12:30 AM (IST)Updated: Sun 01 Feb 2026 09:13 AM (IST)
major-changes-in-rules-related-to-fastag-cigarettes-tobacco-implemented-from-1st-february-2026-lpg-cylinder-prices-updated-683293

New Rules From 1 February 2026: રવિવાર એટલે કે 1લી ફેબ્રુઆરીથી ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. 1લી ફેબ્રુઆરીથી સિગારેટ, તમાકુ, તમાકુ ઉત્પાદનો, LPG, PNG, CNG, ફાસ્ટેગ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફારો અમલમાં આવશે.
અહીં આપણે 1 ફેબ્રુઆરીથી આવનારા ફેરફારો વિશે માહિતી મેળવશું કે જે આપણી ખિસ્સા પર સીધી અસર કરશે.

LPG સિલિન્ડરના ભાવ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માસિક LPG (રાંધણ ગેસ) સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ છૂટક ભાવમાં વધારો અથવા ઘટાડો કરે છે. તેથી, 1 ફેબ્રુઆરીના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડર અને 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે.

CNG, PNG અને ATFના ભાવમાં ફેરફાર
LPG સિલિન્ડરની જેમ, CNG, PNG અને ATFના ભાવની માસિક સમીક્ષા કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ગોઠવણ કરવામાં આવે છે. જ્યારે CNG નો ઉપયોગ વાહનના બળતણ તરીકે થાય છે ત્યારે ATF અથવા એવિએશન ફ્યુઅલનો ઉપયોગ વિમાન માટે થાય છે. PNG ગેસ એ રસોઈ ગેસનું એક સ્વરૂપ છે જે સિલિન્ડરને બદલે પાઇપલાઇન દ્વારા ઘરો સુધી પહોંચે છે.

FASTag માટે KYC આવશ્યકતા નાબૂદ કરવામાં આવશે
1 ફેબ્રુઆરીથી, FASTag માટે KYC ચકાસણી આવશ્યકતા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવેલ છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)એ પહેલાથી જ આ જાહેરાત કરી દીધી છે. નવા નિયમો હેઠળ FASTag જારી કરતી બેંકોએ હવે તેમને જારી કરતા પહેલા તમામ જરૂરી ચકાસણી પૂર્ણ કરવાની રહેશે.

સિગારેટ અને તમાકુ વધુ મોંઘા થશે
1 ફેબ્રુઆરીથી સિગારેટ, તમાકુ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર દેશભરમાં એક નવો કર લાગુ કરવામાં આવેલ છે. નવા કરને કારણે સિગારેટ, તમાકુ અને અન્ય તમામ તમાકુ ઉત્પાદનો વધુ મોંઘા થશે. સરકાર આ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી અને સેસ વધારી રહી છે, જે GST થી અલગ હશે.