Bans On Fixed Dose Drugs:લોકોના સ્વાસ્થ સાથે ખિલવાડ નહીં ચાલે; 16 ફિક્સ્ડ-ડોઝ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ, યાદીમાં કોનો સમાવેશ થાય છે તે જાણો

કેન્દ્ર સરકારે 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેમાં કોઈ વૈજ્ઞાનિક ઔચિત્ય નથી અને દર્દીના સ્વાસ્થ્ય માટે જોખમી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ નિર્ણય લેવાયો છે, જેમાં પેનકિલર, એન્ટિબાયોટિક્સ અને સ્કિનકેર પ્રોડક્ટ્સ જેવી સામાન્ય દવાઓનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 09:11 PM (IST)Updated: Sat, 20 Jun 2026 09:13 PM (IST)
government-of-india-bans-16-fixed-dose-combination-drugs-across-india-with-immediate-effect

Bans On Fixed Dose Combination Drugs:સામાન્ય પ્રજાના જીવન અને સ્વાસ્થને સર્વોપરી રાખતા કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયે દેશમાં 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાના ઉત્પાદન, વેચાણ તથા વિતરણ અંગે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.

આ સાથે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ દવાઓનું કોઈ વૈજ્ઞાનિક અથવા તબિબિ ઔચિત્ય નથી. દર્દીના જીવનને જોખમમાં મુકે એવી દવાનો ઉપયોગ જાળવી રાખવો તે કોઈ પણ રીતે લાભદાયક માની શકાય નહીં. ફિક્સ્ડ-ડોઝ દેવાઓ તે છે કે જેમાં બે અથવા બે કરતાં વધારે સક્રિય ઔષધિય સામગ્રીઓ (એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઈનગ્રેટિએન્ટ્સ-API) એક નિશ્ચિત પ્રમાણમાં મિશ્રિત કરવામાં આવે છે.

 

જોખમોની સામે ફીકુ પડ્યું વૈજ્ઞાનિક અભિગમ

આ નિર્ણય ફક્ત એક વહિવટીય આદેશ નથી પણ કરોડો દર્દીઓની સુરક્ષા સાથે સંકળાયેલ ખૂબ જ સંવેદનશીલ અને જરૂરી પગલું છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ બાદ ફિક્સ્ડ ડોઝ દવાની સમીક્ષા કરવામાં આવ્યા બાદ સામે આવ્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB)એ નિષ્ણાતોની એક સમિતિની રચના કરી હતી, જેમાં આ દવાઓના મિશ્રણને લઈ ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. 


કઈ-કઈ દવાઓ પર મુકવામાં આવ્યો પ્રતિબંધ

પ્રતિબંધિત દવાઓ વ્યાપક પ્રમાણમાં છે. જે સીધા સામાન્ય માનવીથી લઈ રસોઈ અને મેડિકલ કિટ સાથે સંકળાયેલી છે. તેમાં દરરોજ ઉપયોગ કરવામાં આવતી પેનકિલર, એન્ટીબાયોટિક્સ, માંસપેશિઓના દુખાવામાં રાહત આપતી દવા તથા ત્વચા સાથે સંકળાયેલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત યાદીમાં એસિટાઈલ સેલિસિલિક એસિડ સાથે એથોહેપ્ટાઝીન, અને ડાઈસાઈક્લોમાઈન, પેરાસિટામોલ સાથે ક્લિડિનિયમ બ્રોમાઈડ જેવા ભારે કોમ્બિનેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમોક્સિસિલિન અને સેરાટિયોપેપ્ટિડેઝ જેવી અનેક એન્ટીબાયોટિક મિશ્રણ તથા એલોવેરા, વિટામીન E, જોજોબા ઓઈલ તથા ટી-ટ્રી ઓઈલના મિશ્રણ ધરાવતા સ્કીનકેર ફોર્મ્યુલેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.