Loading...

Gold Silver News: સરકારે સોના-ચાંદી અંગે જાહેર કરી માહિતી, ભારતે સોનાની કેટલી આયાત કરી તે જાણો

સ્વીત્ઝર્લેન્ડથી ભારતની કૂલ આયાત 11.57 ટકા વધી 23.5 અબજ ડોલર થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાંથી સોનાની આયાત વાર્ષિક ધોરણે 719.30 ટકા વધી 2.71 અબજ ડોલર રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 05 Apr 2026 10:54 PM (IST)Updated: Sun 05 Apr 2026 10:54 PM (IST)
gold-silver-news-government-releases-information-on-gold-and-silver-know-how-much-gold-india-imported-722372

Gold Silver News:સોના-ચાંદીને લઈ સરકારે મહત્વના ડેટા જાહેર કર્યાં છે. ભારતમાં એપ્રિલ-ફેબ્રુઆરી 2025-26 દરમિયાન સોનાની આયાત 28.73 ટકા વધીને 69 અબજ ડોલર થઈ ગઈ છે, તેમ વાણિજ્ય મંત્રાલયે તેની આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

સોનાની આયાત વધતા વ્યાપાર ખાધ વધી
વીતેલા નાણાકીય વર્ષની સમાન અવધિમાં સોનાની આયાત 53.52 અબજ ડોલર રહી હતી, સોનાની આયાતમાં વધારો થવાને લીધે દેશની વ્યાપાર ખાધ વધીને 310.60 અબજ ડોલર થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં 261.80 અબજ ડોલર હતી.

આમ ભારતમાં સોનાની આયાત 29 ટકા વધને 69 અબજ થવાને લીધે વ્યાપાર ખાધ 310.60 અબજ ડોલર થઈ છે, આ ઉપરાંત ચાંદીની આયાત પણ 142 ટકા વધી છે.

ચાંદીની આયાત 142.87 ટકા વધી
ભારતમાં ચાંદીની આયાત પણ સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન 142.87 ટકા વધી 11.43 અબજ ડોલર થઈ છે. ચાંદીનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક્સ, ઓટો અને ફાર્મા જેવા સેક્ટરમાં થાય છે. સરકારે આયતને હતોત્સાહિત કરવા માટે વીતેલા સપ્તાહમાં સોના, ચાંદી તથા પ્લેટિનિયમના તમામ પ્રકારના આર્ટિકલ્સ પર આયાત પ્રતિબંધ લગાવ્યા છે.

સ્વીત્ઝર્લેન્ડથી ભારતની કૂલ આયાત 11.57 ટકા વધી 23.5 અબજ ડોલર થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાંથી સોનાની આયાત વાર્ષિક ધોરણે 719.30 ટકા વધી 2.71 અબજ ડોલર રહી છે. ભારત ચીન બાદ વિશ્વનું બીજુ સૌથી મોટું સોનાનો ગ્રાહક છે. સોનાની આયાત મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પૂરી કરે છે.