Gold Rate Hike: સોનામાં ફરી એક નવો વિક્રમ રચાયો છે. આજે MCX ખાતે સોનાની કિંમત નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગઈ છે. 2 એપ્રિલ 2026ના રોજ સોનાનો વાયદો રૂપિયા 193096 લેવલ(Gold Price Hike) પર ગયો હતો. MCX પર આજે સોનાની કિંમત રૂપિયા 14701 સુધી ઉછળ્યો હતો.
બપોરે 12 વાગ્યા સુધીમાં રૂપિયા 190999 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાની સાથે ચાંદીમાં પણ રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. ચાંદીએ રૂપિયા 4 લાખનો આંકડો પાર કર્યો (Silver Price Hike) છે.
શું આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ વધ્યા?
દરમિયાન ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે, જે 5,600 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સલામત આશ્રયસ્થાનો શોધી રહ્યા હતા, જ્યારે ચાંદી પણ 120 ડોલરના આંકને પાર કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ હતી.
Gold Price Hike:સોનું કેમ મોંઘુ થઈ રહ્યું છે
મેરેક્સના વિશ્લેષક એડવર્ડ મીરે જણાવ્યું હતું કે અમેરિકા પર વધતા દેવાથી સર્જાયેલી અનિશ્ચિતતા અને અમેરિકા-કેન્દ્રિત મોડેલને બદલે પ્રાદેશિક બ્લોક્સમાં વિભાજીત થવાના સંકેતો રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
ભૂરાજકિય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઈરાનને વાટાઘાટોના ટેબલ પર આવવા અને પરમાણુ શસ્ત્રો પર કરાર કરવા વિનંતી કરી. તેમણે ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં કોઈપણ અમેરિકી હુમલો ગયા વર્ષે ઈરાની પરમાણુ સ્થળો પરના હુમલા કરતાં વધુ ગંભીર હશે.
આ સાથે તહેરાને પણ અમેરિકા, ઈઝરાયલ તથા તેમને સમર્થન આપનાર સામે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
દરમિયાન ફેડરલ રિઝર્વે બુધવારે અપેક્ષા મુજબ વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય લીધો. ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં ફુગાવો સેન્ટ્રલ બેંકના 2% લક્ષ્ય કરતાં ઘણો ઉપર રહેવાની શક્યતા છે.
