EPFO Pension: જો તમે એક ખાનગી કર્મચારી છો અને 10 વર્ષ સુધી સર્વિસ કરી રહ્યા છો તો તમે પેન્શન મેળવવાને હક્કદાર છો. એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડના સબ્સ્ક્રાઈબરને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) અંતર્ગત પેન્શનના લાભ મળે છે. ખાનગી સેક્ટરના કર્મચારી EPF અંતર્ગત આવે છે. કર્મચારીના પગારનો એક ભાગ દર મહિને તેમના EPF અકાઉન્ટમાં જમા થાય છે.
એમ્પ્લોઈ પણ દર મહિને એમ્પ્લોઈના EPF અકાઉન્ટમાં એટલી જ રકમનું યોગદાન કરે છે. એમ્પ્લોયર એટલે કે નોકરીદાતા દર મહિને એમ્પ્લોઈના બેઝીક પગાર પ્લસ DAના 8.33 ટકા EPSમાં યોગદાન કરે છે. મહત્તમ મર્યાદા રૂપિયા 15,000 છે.
નિવૃત્તિ બાદ કર્મચારીને તેના EPS અકાઉન્ટમાં જમા પૈસામાંથી દર મહિને પેન્શન મળે છે. EPS, EPFO અંતર્ગત આવે છે. કર્મચારીને પેન્શન ત્યારે જ મળે છે કે જ્યારે તે 58 વર્ષની ઉંમરે નિવૃત થાય છે. આ માટે શરત એ છે કે તેમને ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી પૂરી કરી હોય. કર્મચારી 50 વર્ષની ઉંમરમાં પણ પેન્શનને હક્કદાર હોય છે.
જોકે આ રકમ મૂળ પેન્શનથી ઓછી રહે છે. જો કોઈ કર્મચારી 10 વર્ષ પૂરા કરતા પહેલા નોકરી છોડી દે છે તો તેમને દર મહિને પેન્શન મળતું નથી. તેમના EPS અકાઉન્ટમાં રહેલા પૈસા નિવૃત્તિ બાદ પરત આપવામાં આવશે.
પેન્શનની રકમ ફોર્મ્યૂલાથી નક્કી કરવામાં આવે છે, 10 વર્ષની નોકરી પર કેટલું પેન્શન મળે
EPFO Pension Formula: (પેન્શનેબલ સેલરી X પેન્શનેબલ સર્વિસ)/70 પેન્શનેબલ સેલરી તમારી છેલ્લા 60 મહિનાના બેસિક પગાર અને DAની એવરેજ છે, અને પેન્શનેબલ સર્વિસ તમારી સર્વિસ કરવામાં આવેલ વર્ષોની સંખ્યા છે, લઘુતમ માસિક પેન્શન રૂપિયા 1,000 છે.
પેન્શન માટે બેસિક પગાર = રૂપિયા 15,000
પેન્શન માટે સર્વિસ = 10 વર્ષ
માસિક પગાર= (રૂપિયા 15,000 × 10) / 70
માસિક પેન્શન = રૂપિયા 150,000 / 70
માસિક પેન્શન = રૂપિયા 2,141 દર મહિને
