Loading...

Donald Trump Iran Statement: રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક નિવેદનથી વિશ્વભરના બજારોમાં ભારે ઉછાળો, GIFT NIFTYમાં 700 પોઇન્ટની તેજી, ક્રુડ ઓઈલમાં એક ઝાટકે 10%નો કડાકો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના સુરક્ષા વિભાગ (યુદ્ધ વિભાગ)ને આદેશ કર્યો છે કે ઈરાનના પાવર પ્લાન્ટ તથા ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જે હુમલા થવાના હતા તેને 5 દિવસ માટે ટાળવામાં આવે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 23 Mar 2026 06:56 PM (IST)Updated: Mon 23 Mar 2026 06:56 PM (IST)
donald-trump-signals-progress-in-iran-war-stop-talks-oil-prices-plunge-gift-nifty-rise-700-points-us-futures-surge-713912

Donald Trump Iran Statement: છેલ્લા 24 દિવસથી મધ્ય પૂર્વ જે યુદ્ધની સ્થિતિથી સળગી રહ્યું હતું તેને હવે કંઈક હસ્તક રાહત મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવેદન આપીને વિશ્વભરના બજારોને ભારે અરાજકતાભરી સ્થિતિમાં મોટી રાહત આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ વલણ બાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં આશરે 11 ટકાનો કડાકો બોલાઈ ગયો છે.

બીજી બાજુ અમેરિકાના શેરબજાર Dow Futuresમાં 769 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ભારતના Gift Nifty પણ આશરે 700 પોઇન્ટ વધ્યો છે. ક્રુડના બાવ પ્રતિ બેરલ 97 ડોલર થઈ ગયો છે.

અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યું કે છેલ્લા 2 દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ખૂબ જ સારી અને રચનાત્મક વાતચીત થઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના સુરક્ષા વિભાગ (યુદ્ધ વિભાગ)ને આદેશ કર્યો છે કે ઈરાનના પાવર પ્લાન્ટ તથા ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જે હુમલા થવાના હતા તેને 5 દિવસ માટે ટાળવામાં આવે. આ વાતચીત સમગ્ર સપ્તાહ દરમિયાન જળવાઈ રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે બન્ને દેશ મધ્ય પૂર્વમાં જે દુશ્મનાવટ છે તેને સંપૂર્ણપણે અંત લાવવાની દિશામાં આગળ વધવા ઈચ્છે છે.

ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડાની સ્થિતિ જોવા મળી છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ(WTI) ક્રુડ 9 ટકાથી વધારે તૂટીને પ્રતી બેરલ 90 ડોલર આસપાસ આવી ગયું છે. જ્યારે બ્રેન્ટ ક્રુડ ઓઈલનો ભાવ 13 ટકા ગગડી 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.