Loading...

Silver Price Today Live: ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ

મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 04 Apr 2026 09:17 AM (IST)Updated: Sat 04 Apr 2026 09:17 AM (IST)
silver-price-today-live-04-april-2026-check-city-wise-prices-in-india-chandi-na-bhav-aaj-na-721277

Silver Rate Today Live, 04 April 2026: મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે ઘરેણાં ખરીદનારાઓ માટે રાહતના સમાચાર બની શકે છે.

આજનો ચાંદીનો ભાવ (Silver Price Today)

આજે દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹250.10 અને પ્રતિ કિલોગ્રામ ₹2,50,100 છે.

Silver Price Today Live: દેશના પ્રમુખ શહેરોમાં આજનો ચાંદીનો ભાવ

Silver Price Today Live: બજારની વર્તમાન સ્થિતિ

ઓલ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચાંદીનો ભાવ 237,000 પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) પર સ્થિર રહ્યો છે. બીજી તરફ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદાના ભાવમાં 10,901 નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે હાલ 232,600 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 29 જાન્યુઆરીએ ચાંદી 420,048 પ્રતિ કિલોની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી, જેની સરખામણીએ હાલના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાજર ચાંદી ઘટીને 69.57 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

Silver Price Today Live: રજાઓના કારણે ભાવમાં સ્થિરતા

ગુડ ફ્રાઈડે (શુક્રવાર) અને ત્યારબાદ શનિવાર-રવિવારની સાપ્તાહિક રજાઓને કારણે બજાર બંધ હોવાથી, ગુરુવારે સાંજે બંધ થયેલા 227,813 પ્રતિ કિલોગ્રામના ભાવ જ આગામી ત્રણ દિવસ સુધી અમલી રહેશે. સ્થાનિક ઝવેરીઓ અને છૂટક વેપારીઓ તરફથી માંગ ઓછી રહેતા દિલ્હીના બજારમાં ભાવ સ્થિર જોવા મળ્યા છે.

Silver Price Today Live: વાયદા બજારની સ્થિતિ

ગુરુવારના ટ્રેડિંગ સત્રમાં ચાંદીના વાયદામાં 14,301 નો જંગી ઘટાડો નોંધાયો હતો, જેનાથી ભાવ 2.29 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તરે આવી ગયા હતા. MCX પર છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી તેજીને બ્રેક લાગી છે અને બજાર 5.87 ટકા જેટલું તૂટ્યું છે.

શહેર10 ગ્રામ100 ગ્રામ1 કિલો
અમદાવાદ₹2,499₹24,990₹2,49,900
વડોદરા₹2,499₹24,990₹2,49,900
સુુરત₹2,499₹24,990₹2,49,900
રાજકોટ₹2,499₹24,990₹2,49,900
જામનગર₹2,499₹24,990₹2,49,900
ભાવનગર₹2,499₹24,990₹2,49,900
જૂનાગઢ₹2,499₹24,990₹2,49,900
સુરેન્દ્રનગર₹2,499₹24,990₹2,49,900
દાહોદ₹2,499₹24,990₹2,49,900
મુંબઈ₹2,499₹24,990₹2,49,900
દિલ્હી₹2,499₹24,990₹2,49,900
કોલકાતા₹2,499₹24,990₹2,49,900
બેંગલોર₹2,499₹24,990₹2,49,900
હૈદરાબાદ₹2,549₹25,490₹2,54,900
ચેન્નાઈ₹2,549₹25,490₹2,54,900