Loading...

Gold, Silver Price Today: સોના-ચાંદીમાં મંદીનું સુનામી, એક ઝાટકે સીલ્વર રૂપિયા 13000 અને સોનું રૂપિયા 5000 સસ્તુ થઈ ગયા

બજારમાં વર્તમાન સમયમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે અને રોકાણકારો પણ સતત તેના પર નજર રાખી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 02 Apr 2026 04:13 PM (IST)Updated: Thu 02 Apr 2026 04:13 PM (IST)
gold-silver-price-today-gold-and-silver-decline-silver-became-cheaper-by-rs-13000-and-gold-by-rs-5000-720281

Gold, Silver Price Today:અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના એક નિવેદન બાદ સોના અને ચાંદીની કિંમતોમાં 2 એપ્રિલ 2026ના રોજ મોટો ઘટાડો થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક નિવેદનની સોના-ચાંદી પર ભારે અસર થઈ છે. વિશ્વબજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 4,650 ડોલર થઈ ગયા છે.

જ્યારે ચાંદી પણ 72 ડોલર પ્રતિ ઔંસ ભાવ થઈ ગયા છે. ડોલરમાં મજબૂતી તથા ઓઈલની કિંમતમાં વ્યાપક અસરની મેટલ્સ પર ભારે અસર જોવા મળી રહી છે.

બજારમાં વર્તમાન સમયમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે અને રોકાણકારો પણ સતત તેના પર નજર રાખી રહ્યા છે. વૈશ્વિક બજારો અને રાજકીય સંકેતોની સીધી સ્થાનિક બજાર પર અસર જોવા મળી છે.

સોનાના વાયદામાં 3 ટકાનોક ડાકો
Gold Futureમાં ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2026 માટેનો વાયદો 3 ટકા તૂટ્યો છે. અને તે ગગડીને રૂપિયા 1,48,583 પર આવી ગયો છે.

વિશ્વ બજારમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડા વચ્ચે આજે ગોલ્ડ વધુ રૂપિયા 6000 ગગડ્યું છે. તેને પગલે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી ડોલરની મજબૂતી અને વધતો વૈશ્વિક તણાવ જવાબદાર છે. મળતી માહિતી પ્રમાણે ઈરાન(Iran) સાથે સંકળાયેલ ભૂ-રાજકિય તણાવને લીધે ડોલર મજબૂત થયો છે. તેની સીધી અસર સોનાની કિંમતો પર જોવા મળી રહી છે.

બીજીબાજુ ગોલ્ડ ETFમાં સૌથી વધારે ઘટાડો થયો છે અને કોટક ETF દિવસના નીચલા સ્તર પર 3 ટકા ગગડીને રૂપિયા 121.12 પર બંધ રહ્યો છે. આ ઉપરાંત ICICI Prudential Gold ETF અને Edelweiss Gold ETF આશરે 2 ટકા તૂટ્યા છે.