Edible Oil News: સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે ગૃહિણીના રસોડા પર સતત મોંઘવારીની અસર થઈ રહી છે. છેલ્લા એક પખવાડિયામાં સિંગતેલનો ડબ્બા દીઠ ભાવ રૂપિયા 250-300 વધી ગયો છે અને રૂપિયા 3150ને પાર થઈ ગયો છે.
અમદાવાદ ખાતે સીંગતેલ નવો ડબ્બો 15 કીલોનો ભાવ રૂપિયા 3000થી રૂપિયા 3150 થયો છે. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરનો ભાવ રૂપિયા 2900 થયો છે.
આ ઉપરાંત કપાસીયા નવો ડબ્બો 15 કિલોનો ભાવ રૂપિયા 2450, રાઈસ બ્રાન તેલ 15 લીટર રૂપિયા 2200, સોયાબીન નવો ડબ્બો 15 કિલોનો ભાવ રૂપિયા 2450 રહ્યા હતા.
પામોલીન નવો ડબ્બો રૂપિયા 2250, કોપરેલ રૂપિયા 5450, વનસ્પતિ તેલ રૂપિયા 2300 જ્યારે માળા સરસીયાનો ભાવ રૂપિયા 2480 અને તીખા સરસીયાનો ભાવ રૂપિયા 2630 રહ્યો છે. આ ઉપરાંત મકાઈ તેલ 15 લીટર ડબ્બાનો ભાવ રૂપિયા 2150 અને કપાસીયા 5 લીટરમાં રૂપિયા 750 તથા સીંગતેલ 5 લીટર રૂપિયા 900 નોંધાયો છે.
