Loading...

China Actions In Silver: ચીને ચાંદીમાં કર્યો મોટો ધડાકો, છેલ્લા 2 મહિનામાં વિશ્વને અંધારામાં રાખી કર્યું આ મોટુ કામ

જાન્યુઆરી અમે ફેબ્રુઆરી મહિનામાં ચીન દ્વારા 790 ટન ચાંદીની જંગી આયાત કરી હતી. જેમાં એકલા ફેબ્રુઆરી મહિનામાં જ 470 ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 21 Mar 2026 04:02 PM (IST)Updated: Sat 21 Mar 2026 04:04 PM (IST)
china-has-built-a-large-position-in-silver-in-the-last-two-months-also-restricting-exports-712659

China Action on Silver: યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીન (China News) વિશ્વબજારમાં ચાંદીને લઈ એક મોટું પગલું ભર્યુ છે. ચીન દ્વારા વર્ષ 2026ના પ્રથમ બે મહિના દરમિયાન ચાંદીની મોટા પ્રમાણમાં આયાત કરીને છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કસ્ટમ ડેટાની માહિતી પ્રમાણે જાન્યુઆરી અમે ફેબ્રુઆરી મહિનામાં ચીન દ્વારા 790 ટન ચાંદીની જંગી આયાત કરી હતી. જેમાં એકલા ફેબ્રુઆરી મહિનામાં જ 470 ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.

ચાંદીની કિંમતમાં મોટું અપડેટ

ઔદ્યોગિક અને રોકાણ સેક્ટરમાં મજબૂત માંગને લીધે સ્થાનિક કિંમતો વૈશ્વિક બેંચમાર્ક કરતાં ઘણી ઊંચી છે. તેનાથી ઘરેલુ સ્તર પર ઝડપભેર તેમાં ઘટાડો આવ્યો અને વિદેશમાં માંગ વધી. વર્ષ 2026માં ચાંદીની કિંમતમાં ભારે અફરા-તફરી જોવા મળી છે. 29 જાન્યુઆરી 2026 ના રોજ હાજર સિલ્વર (Silver Price) 121.62 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ પ્રાઈઝ પર પહોંચી ગઈ હતી. જોકે 6 ફેબ્રુઆરી મહિનામાં તે ગગડીને 64 ડોલર આવી ગઈ છે.

Goldman Sachs તરફથી શું ચેતવણી આપવામાં આવી

Goldman Sachs તરફથી રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે કે ચીન નવા નિકાસ નિયંત્રણોથી સ્થાનિક સ્તરે ઘટાડો અને વૈશ્વિક બજારોમાં અસંતુલનની સ્થિતિ વધી શકે છે. તેનાથી વૈશ્વિક બજાર અલગ-અલગ રીતે વિભાજીત થઈ જાય તેવી શકયતા છે.

વર્ષ 2026માં ચીન તરફથી નવા નિકાસ નિયંત્રણો અંતર્ગત ચાંદીની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી બની ગઈ છે. તેનાથી બજારમાં અસ્થિરતા વધી શકે છે. ઓછી ઇન્વેન્ટરીને કારણે બજારમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે ભાવમાં તીવ્ર વધારો થાય છે અને પછી એટલી જ ઝડપથી ઘટાડો થાય છે. તેમણે કહ્યું કે આ અસ્થિરતા વૈશ્વિક અછતને કારણે નથી પરંતુ સ્થાનિક પુરવઠાની મર્યાદાઓને કારણે છે.