Cheapest Flight Tickets: જો તમે ઊંચા ભાડાને કારણે બાળકો સાથે ફ્લાઇટમાં મુસાફરી નથી કરતા, તો તમારા માટે સારા સમાચાર છે. ઇન્ડિગોએ (Indigo) તેના મુસાફરો માટે Sail into 2026 નામની શાનદાર નવા વર્ષની સેલની જાહેરાત કરી છે. આ સેલ (Indigo Sale)માં ફક્ત પુખ્ત વયના લોકો માટે જ નહીં, પણ બાળકો માટે પણ ખાસ ઑફર્સ છે. જો તમે ઈન્ડિગોના ડાયરેક્ટ ચેનલો જેમ કે વેબસાઇટ અથવા એપ દ્વારા સીધી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બુક કરો છો, તો 0-24 મહિનાના બાળકો ફક્ત 1 રૂપિયામાં મુસાફરી કરી શકે છે. જોકે ચેક-ઇન સમયે જન્મ પ્રમાણપત્ર, હોસ્પિટલ ડિસ્ચાર્જ પેપર્, વેક્સીનેશન સર્ટિફિકેટ અથવા પાસપોર્ટ જેવા વય સાબિત કરતા દસ્તાવેજો બતાવવા પડશે. આ પુરાવા વિના બાળકની ટિકિટનું સંપૂર્ણ ભાડું ચૂકવવું પડશે.
કયાં સુધી છે આ સેલ
ઇન્ડિગોનો નવા વર્ષની સેલ 13 જાન્યુઆરીથી શરૂ કરી છે અને આવતીકાલે 16 જાન્યુઆરી, 2026ના રોજ સમાપ્ત થશે. આ સેલમાં મુસાફરો ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે રૂ. 1499 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે રૂ. 4499થી શરૂ થતા ઓલ ઈન્કલીઝિવ વનવે ભાડાનો લાભ લઈ શકે છે. પ્રીમિયમ ઇન્ડિગો સ્ટે ફ્લાઇટ્સ પસંદગીના સ્થાનિક રૂટ પર ફક્ત 9999 રૂપિયાથી શરૂ થાય છે. આ ભાડા મુસાફરોને સસ્તા ભાવે સલામત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પૂરો પાડે છે.
Sail into 2026 with international fares starting at ₹4,499* and IndiGoStretch at ₹9,999*.
— IndiGo (@IndiGo6E) January 13, 2026
👦🏻 Infants fly at ₹1
💺 Extra legroom (XL) seats starting at 500*
🎁 Select 6E Add-ons up to 70%* off*
Book now: https://t.co/17DqyIFkeW #goIndiGo
*T&C apply. pic.twitter.com/dtMAwynXMQ
એડ-ઓન સેવાઓ પર ભારે ડિસ્કાઉન્ટ
માત્ર ફ્લાઇટ ભાડા પર જ નહીં પરંતુ તેની લોકપ્રિય 6E એડ-ઓન સેવાઓ પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ડિસ્કાઉન્ટમાં ફાસ્ટ ફોરવર્ડ સર્વિસ પર 70% સુધીની છૂટ, પ્રી-પેઇડ એક્સ્ટ્રા બેગેજ પર 50% સુધીની છૂટ અને સ્ટાન્ડર્ડ સીટ સિલેક્શન પર 15% સુધીની છૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પસંદગીના સ્થાનિક રૂટ પર ઇમરજન્સી XL (વધારાની લેગરૂમ) સીટો ફક્ત 500 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ક્યાં અને કેવી રીતે બુક કરવું
મુસાફરો માટે બુકિંગ ખૂબ જ સરળ છે. તમે ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન, AI- સંચાલિત સહાયક 6ESkai, WhatsApp નંબર +91 70651 45858 અથવા પસંદગીની ટ્રાવેલ પાર્ટનર વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ દ્વારા ટિકિટ બુક કરી શકો છો. આ સેલનો લાભ લઈને તમે અને તમારો પરિવાર ન માત્ર સસ્તામાં મુસાફરી કરી શકશે પરંતુ નાના બાળકો સાથે મુસાફરી કરવાનું પણ સરળ બનશે.
