Aravalli Mountain Range Minerals: તાજેતરમાં કેન્દ્ર સરકારની ભલામણો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અરવલ્લી પર્વતમાળા (Aravalli Mountain Range Row) ના અસ્તિત્વ અને તેની સીમાઓને લઈને સમગ્ર દેશમાં ચર્ચા જાગી છે. ગુજરાતથી લઈને દિલ્હી સુધી વિસ્તરેલી આ પર્વતમાળા માત્ર પર્યાવરણની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીય ખનીજ સંપત્તિની દ્રષ્ટિએ પણ અત્યંત મૂલ્યવાન છે.
વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક ગણાતી અરવલ્લી 692 કિલોમીટર લાંબી છે. આ પર્વતમાળાના પેટાળમાં અબજો ડોલરની કિંમતના ખનીજો ધરબાયેલા છે. જેમાં તાજમહેલ જેવી અજાયબી બનાવવા માટે વપરાયેલા આરસપહાણથી લઈને ભવિષ્યની ટેકનોલોજી માટે જરૂરી એવા લિથિયમ સુધીના તત્વોનો સમાવેશ થાય છે.
અરવલ્લીમાં કયા ખનીજોનો ભંડાર છે?
અરવલ્લીની ગિરિમાળાઓ (Aravalli Mountain Range Length) તાંબુ, જસત (Zinc), સીસું (Lead) અને ચાંદી જેવા કિંમતી ખનીજોથી સમૃદ્ધ છે. આ ઉપરાંત અહીં આરસપહાણ (ખાસ કરીને મકરાણા માર્બલ), ગ્રેનાઈટ, લાઈમસ્ટોન, સેન્ડ સ્ટોન, અને જિપ્સમ પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
વર્તમાન સમયની માંગ મુજબ, આધુનિક ટેકનોલોજી અને એનર્જી ટ્રાન્ઝિશન માટે મહત્વપૂર્ણ ગણાતા ટીન, લિથિયમ, ગ્રેફાઇટ અને 'રેર અર્થ એલિમેન્ટ્સ' (Rare Earth Elements) નો સ્ત્રોત પણ અરવલ્લી છે.
રાજસ્થાનમાં કુદરતી સંપત્તિનો સૌથી મોટો જથ્થો
અરવલ્લીનો પટ્ટો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલો છે, પરંતુ ખનીજોનો સૌથી મોટો અને સમૃદ્ધ ભંડાર રાજસ્થાનમાં આવેલો છે.
- પાયાની ધાતુઓ: રાજસ્થાનના ખેત્રી અને ઝવેર પ્રદેશો તાંબુ, જસત, સીસું અને ચાંદીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.
- પથ્થરો: નાગૌર જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ મકરાણા માર્બલ (સફેદ આરસ), ગ્રેનાઈટ અને સેન્ડ સ્ટોન મળે છે.
- ઔદ્યોગિક ખનીજો: અહીં ચૂનાનો પત્થર, રોક ફોસ્ફેટ, જિપ્સમ અને પાયરોફિલાઇટનો જથ્થો છે.
- દુર્લભ ખનીજો: અહીં ટીન, લિથિયમ, ગ્રેફાઇટ, નિકલ અને મોલિબ્ડેનમ મળવાની પણ પ્રબળ સંભાવનાઓ છે.
ખાણકામ ઉદ્યોગની કરોડરજ્જુ
ભારતના અર્થતંત્રમાં માઈનિંગ સેક્ટરનું મોટું યોગદાન છે. અરવલ્લીમાંથી મળતા સંસાધનો બાંધકામ અને વીજળી ઉત્પાદન જેવા મહત્વના ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આમ, આ પર્વતમાળા પર્યાવરણીય સંતુલનની સાથે સાથે દેશના ઔદ્યોગિક વિકાસ માટે પણ કરોડરજ્જુ સમાન છે.
