Loading...

2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સનો ચોખ્ખો નફો 26 ટકા વધીને 239 કરોડ થયો

ડિસેમ્બર, 2025માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં એયુએમ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને ₹12,330 કરોડ થઈ હતી.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 04 Feb 2026 06:48 PM (IST)Updated: Wed 04 Feb 2026 06:48 PM (IST)
aptus-value-housing-finance-net-profit-rises-26-percent-year-on-year-to-239-crore-in-the-third-quarter-of-fiscal-2025-26-685844

ચેન્નાઈઃ અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડએ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.

મુખ્ય કામગીરીઓ

  • ડિસેમ્બર, 2025માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં એયુએમ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને ₹12,330 કરોડ થઈ હતી.
  • નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિતરણ 11 ટકા વધીને ₹1,030 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 9 મહિનાના ગાળામાં વિતરણ વાર્ષિક ધોરણે 9 ટકા વધીને ₹2,768 કરોડ થયું હતું.
  • નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવક વાર્ષિક ધોરણે 22 ટકા વધીને ₹569 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 9 મહિનાના ગાળામાં કુલ આવક વાર્ષિક ધોરણે 27 ટકા વધીને ₹1,652 કરોડ થઈ હતી.
  • નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો* ₹239 કરોડ થયો, જેમાં વાર્ષિક ધોરણે 26%નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 9 મહિનાના ગાળામાં ચોખ્ખો નફો* ₹685 કરોડ થયો છે, જેમાં પણ વાર્ષિક ધોરણે 26%નો વધારો થયો છે.
  • નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં RoA/RoE અનુક્રમે 7.9%/20.2% હતું. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 9 મહિનાના ગાળામાં RoA/RoE અનુક્રમે 7.9%/20.0% હતું, જે ઉદ્યોગમાં શ્રેષ્ઠ વળતરોમાં સામેલ છે.

પરિણામો પર ટિપ્પણી કરીને કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પી. બાલાજીએ કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં અગાઉના ત્રિમાસિક ગાળાની વૃદ્ધિ જળવાઈ રહી હતી, જેને સ્થિર વ્યવસાયિક વૃદ્ધિ અને વિવેકયુક્ત પોર્ટફોલિયો સંચાલનથી મદદ મળી હતી. આ ગાળામાં એયુએમ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને ₹12,330 કરોડ થઈ હતી, જે માટે 11 ટકાની વૃદ્ધિ સાથે ₹1,030નું વિતરણ જવાબદાર છે.

અમે અમારું નેટવર્ક 335 શાખાઓ સુધી વધાર્યું છે, કેલેન્ડર વર્ષ દરમિયાન 37 નવા સ્થાનોમાં શાખાઓ શરૂ કરી છે. આગળ જતાં અમારી શાખાનું વિસ્તરણ નવા રાજ્યો પર કેન્દ્રિત રહેશે, હાલના રાજ્યોની અંદર પણ અમે પસંદગીના વધારે કેન્દ્રોમાં શાખાઓ ખોલી રહ્યાં છીએ.

અસ્કયામતની ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો કુલ એનપીએ અને ચોખ્ખી એનપીએ અનુક્રમે 1.56 ટકા અને 1.18 ટકા જળવાઈ રહી હતી. 30+ DPDએ આંશિક વધારો 6.48 ટકા જોવા મળ્યો હતો, જે માટે કલેક્શનમાં સિઝનલ વધઘટ જવાબદાર હતી (જેમાં તહેવારના ગાળા સામેલ છે).

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 9 મહિનાના ગાળામાં નફાકારકતાની દ્રષ્ટિએ જોઈએ તો, કુલ આવક વાર્ષિક ધોરણે 27 ટકા વધીને ₹1,652 કરોડ થઈ હતી. આ ગાળામાં અમારો સ્પ્રેડ વધીને 8.9 ટકા થયો છે, જે માટે ફંડનો ખર્ચ ઘટીને 8.4 ટકા થયો હોવાનું પરિબળ મુખ્યત્વે જવાબદાર છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 9 મહિનાના ગાળામાં કાર્યકારી ખર્ચનો રેશિયો મોટા ભાગે એકસમાન એટલે 2.7 ટકા જળવાઈ રહ્યો હતો, જે કાર્યકારી નફામાં વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ તરફ અને ₹933 કરોડના કાર્યકારી નફા તરફ દોરી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં ધિરાણનો ખર્ચ 50 બીપીએસ જળવાઈ રહ્યો હતો, જે અમારી ગાઇડેડ રેન્જની અંદર છે.

સમીક્ષાના ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો ₹239 કરોડ થયો હતો, જે વાર્ષિક ધોરણે 26 ટકાની વૃદ્ધિ છે. આ જ ગાળામાં RoA/RoE (એસેટ પર વળતર/ઇક્વિટી પર વળતર) અનુક્રમે 7.9 ટકા/20.2 ટકા રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ નવ મહિનાના ગાળામાં ચોખ્ખો નફો ₹685 કરોડ થયો હતો, જે વાર્ષિક ધોરણે 26 ટકાની વૃદ્ધિ છે, જેના પરિણામે RoA/RoE (એસેટ પર વળતર/ઇક્વિટી પર વળતર) અનુક્રમે 7.9 ટકા/20.0 ટકા મળ્યું છે, જે ઉદ્યોગમાં શ્રેષ્ઠ છે. આ કામગીરી સારી રીતે વિવિધતાસભર પોર્ટફોલિયો અને તમામ આવકના વર્ગમાં ગ્રાહકોના બહોળા આધારનું પરિણામ છે, જે સંયુક્તપણે બેલેન્સ અને તમામ બજારચક્રોમાં મજબૂતી પ્રદાન કરે છે.

ટેકનોલોજી અને ડેટા સંચાલિત નિર્ણયપ્રક્રિયા અમારી વૃદ્ધિ અને જોખમને સંતુલિત જાળવવા માટે મુખ્ય કે ચાવીરૂપ પ્રેરકબળ તરીકે જળવાઈ રહ્યાં છે, જેનાથી અમને તમામ ભૌગોલિક વિસ્તારોમાં વિશ્વસનિય રીતે વિતરણમાં વધારો કરવામાં મદદ મળી છે. અમે ડિજિટલાઇઝેશનમાં આગેકૂચ જાળવી રાખી છે, જેમાં 92 ટકાથી વધારે એગ્રીમેન્ટનો અમલ ડિજિટલ રીતે અને 94 ટકાથી વધારે કલેક્શન ડિજિટલ માધ્યમો થકી થયું છે. એકાઉન્ટ એગ્રીગેટર ડેટાની સ્વીકાર્યતામાં વધારો અને ક્રેડિટ બ્યૂરોની ઉપયોગી જાણકારીને પગલે અમારું અંડરરાઇટિંગ વધારે સારું થયું છે, અમારા પોર્ટફોલિયોની ગુણવત્તા વધી છે અને ઊંચી રકમ, મજબૂત ગ્રાહકવર્ગમાં વૃદ્ધિને ટેકો મળ્યો છે.

છેલ્લા એકથી બે ત્રિમાસિક ગાળા દરમિયાન અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગ્રાહક આધાર ઊભો કરવા ઊંચી રકમ ધરાવતા લોનના સેગમેન્ટ તરફ આગેકૂચ કરવાના અમારા ઇરાદાનો સંકેત આપ્યો છે. આ કામગીરીને સુસંગત રીતે અમે ₹7 લાખથી નીચેની મંજૂરીઓ આપવાનું બંધ કરી દીધું હતું, જેનાથી ચાલુ વર્ષે વિતરણમાં મધ્યમ ઘટાડો થયો છે. તેમ છતાં અમને ચાલુ વર્ષમાં અમારી એયુએમમાં 20થી 21 ટકાના દરે વૃદ્ધિ થવાની ધારણા છે. આગળ જતાં અમને નવી શાખાઓના ઉમેરા, ચેનલમાં વધારો, ઊંચો ATS, NIMs (વ્યાજના ચોખ્ખો માર્જિન) અને સંવર્ધિત ઉત્પાદકતા પર સમાધાન વિના હોમ લોનમાં વધારા પર ધિરાણ દરનો લાભ લઈને એયુએમમાં 22થી 24 ટકાની વૃદ્ધિ જળવાઈ રહેવાની અપેક્ષા છે.”